Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસ દ્વારા સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે લોન મેળાનું આયોજન કરાયું

Share

તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો, જે બાદ વ્યાજ ખોરોની ચૂંગાલમાં ફસાયેલ લોકોની આપવીતી અને મજબૂરી સામે આવી હતી, જેમાં ઊંચું વ્યાજ ભરીને પણ લોકો વ્યાજના આ ચક્રવ્યુમાં ફસાયેલાં જ નજરે પડ્યા હતા, તેવામાં હવે આ પ્રકારના સામાન્ય નાગરિકોની વહારે પોલીસ વિભાગ સામે આવ્યું છે.

ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિત નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતમાં સામાન્ય નાગરિકો માટે વ્યાજબી દરે લોન મળી રહે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ બેંકના સ્ટાફની ઉપસ્થિતિમાં લોનની જરૂરિયાત ધરાવતા લોકોને સ્થળ પરજ જરૂરી ડોક્યુમેન્ટ લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેઓને સહુલત મુજબની લોનનું ધિરાણ કરવાની શરૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ વ્યાજબી દરની લોન મેળામાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરકારી લાભ સહિત બેન્કિંગ લોન યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ : સરકાર સમક્ષ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : કલર કોટેડ પતરાની આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીનો અંકલેશ્વર નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્કસ ખાતે પ્રારંભ થતાં પંથકમાં આનંદની લાગણી ફેલાઈ….

ProudOfGujarat

શું તમે જાણો છો કે તમન્ના ભાટિયાએ તેના જન્મદિવસ પર ‘આજ કી રાત’ ગીત શૂટ કર્યું હતું?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!