ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોના કારનામા ઉપર પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસે દરોડા પાડી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે તો અનેક બુટલેગરો પાસેથી લાખોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડી તેઓના નશાના વેપલા ઉપર લગામ લગાવી છે, જેમાં વધુ બે બુટલેગરો નબીપુર પોલીસના દરોડામાં ઝડપાયા છે.
ભરૂચ નબીપુર પોલીસને મળેલ બાતમીના આધારે વડોદરાથી સુરત તરફના માર્ગ ઉપર એક ક્રેટા કાર નંબર mp 09 cu 9862 માં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જે બાદ પોલીસ વિભાગ દ્વારા અસુરીયા પાટિયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, દરમ્યાન બાતમીવાળી કાર આવી પહોંચતા પોલીસ દ્વારા તેને કોર્ડન કરી હતી.
નબીપુર પોલીસના કર્મીઓએ ક્રેટા કારમાં તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો તેમજ બિયરના ટીન મળી 1136 નંગ બોટલો કબ્જે કરી હતી તેમજ મામલે બુટલેગર (1) આદિત્ય બાલ મુકુંદ રઘુવંશી રહે, ઘાટ (મધ્ય પ્રદેશ )(2)સૂરજ જયરામ પરમાર રહે, ઉજ્જૈન (મધ્ય પ્રદેશ )નાઓની ધરપકડ કરી કુલ 6,70,900 નો મુદ્દા્મલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.