ભરૂચ જિલ્લાના નબીપુર ગામે ગામના સર્વાંગી વિકાસમાં વિદેશમાં વસતા નબીપુરના લોકોનો સિંહ ફાળો છે. જેમાં બાળકોને રમત ગમતના સાધનો, પીવાના મીઠા પાણી માટેની વ્યવસ્થા, રોડ રસ્તાઓ, તળાવની પાળે બેસી ઝૂલવા માટે હીંચકાઓ, ધાર્મિક સંસ્થાઓમાં જરૂરી સહાય જેવી અનેક સહાય આ વિદેશમાં વસતા નબીપુર વાસીઓની દેન છે. આ સખી દાતાઓનું સન્માન કરવાના હેતુથી ગઈકાલે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર હોલમાં એક સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું.
જેમાં નબીપુરના ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જે પ્રસંગે ડે. સરપંચ હાફેજ ઇકરામ દસુ, ગ્રામ પંચાયતના સભ્ય ઐયુબ નૂનીયા, મીડિયા રિપોર્ટર સલીમભાઈ કડુજી, મહેબૂબ હસન બાલુભાઈ સહિત ગ્રામજનોએ પુષ્પમાળા પહેરાવી સ્વાગત કાર્યું હતું. આ પ્રસંગે પ્રવકતા ઇકબાલભાઈ લોલાએ વિકાસની ગાથા ગણાવી હતી અને કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કર્યું હતું. NRI ભાઈઓએ ભવિષ્યમા પણ ગામના વિકાસમાં સહભાગી બની રહેશે તેની ખાત્રી ઉચ્ચારી હતી.
ભરૂચ : નબીપુર ગામે NRI મહેમાનોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું.
Advertisement