Proud of Gujarat
FeaturedGujaratINDIA

નંદેલાવ બ્રીજના સમારકામ દરમ્યાન તા.૦૫ ફેબ્રુઆરી થી ૦૯ ફેબ્રુઆારી ૨૦૨૩ સુધી વૈકલ્પિક માર્ગ ફાળવાયો.

Share

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન આર ધાધલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ નંદેલાવ બ્રીજ જર્જરીત હોય રીપેરીગની કામગીરી દરમ્યાન તા.૦૫/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકથી તા.૦૯/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૦૦ કલાક સુધી ટ્રાફીક બંધ કરવા બાબતે વાહનોની અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવે છે.

આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેમ પણ જણાવવામાં આવે છે.

Advertisement

(1) એ.બી.સી. સર્કલ થી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્ને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે.
(2) વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફકત મોટા વાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શકિતનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે.
(3) તેમ છતાં વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડી થી ને.હા.નં-૦૮ ઉપર અતિથી રીસોર્ટ થી ચાવજ રેલ્વે અંદર પાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે.
(4) દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે.
(5) ને.હા.નં.૮ ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં અણધરા ગામે થયેલ વૃદ્ધની હત્યાનાં આરોપીને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

વાંકલ: કાકરાપાર-ગોડધા-વડ સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું.

ProudOfGujarat

નબીપુરમાં મોહસીને આઝમ મિશનના સહયોગથી પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આરોગ્ય શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!