ભરૂચ ની આગવી ઓળખ એવા મેઘરાજા ઉત્સવની આજ રોજ પુર્ણાહુતી થઈ એમ કહી શકાય કે ૨૫ દિવસના આતિથય અને ભક્તિ માન્યાબાદ ભક્તો વચ્ચેથી મેઘરાજા એ એક વર્ષ માટે વિદાય લિધી. વિદાય લેતા અગાવ મેઘરાજા એ ભરૂચ નગરની નગરચર્યા કરી હતી. મેઘરાજાના નગરચર્યાના રૂટ પર મોટી સંખ્યામા ભવીક ભક્તો ઉમટી પડયા હતા. આ યાત્રા દારમ્યાન કોમી એકતા અને સાદભવનાનુ વાતાવરણ જણાયું. આ સાથે આજે દશમના દિવસે છડી ઉત્સવ અને સાથે સાથે સાતમથી લઈને દશમ સુધીનો ભરૂચ નગરના મેળાની પણ પુર્ણાહુતી થઈ હતી.
Advertisement