Proud of Gujarat
FeaturedGujaratINDIA

“શિવભક્તોનો અખંડ તહેવાર એટલે શિવની રાત્રી મહા-શિવરાત્રી આવી રહી છે સંગ મહાદેવને ભરૂચ લાવી રહી છે.”૨૦૨૩ ની આવનારી મહાશિવરાત્રીની શિવભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

Share

શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી. “મહાશિવરાત્રીને શિવ-પાર્વતીના મિલનના દિન તરીકે પણ ઉજવાય છે અને સ્કંદ અને શિવપુરાણ અનુસાર આ તિથિએ ભગવાન શિવ રાત્રે જ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા જેથી આ દિવસને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ સૌથી પહેલા શિવલિંગની પૂજા કરી હતી. જે દિવસને બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.”

જેથી મહાશિવરાત્રી નિમિત્તે ભરૂચના બાહુબલી-૨ ગ્રુપ દ્વારા શિવભક્તો માટે મહાદેવની ભવ્ય પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દરેક શિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફથી ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે. આગામી તારીખ ૧૮-૨ -૨૦૨૩ ના રોજ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Advertisement

માઁ નર્મદાના ઉદ્દભવ સ્થાન અમરકંટકથી દરિયા દેવમાં સંગમ અને નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ભરૂચમાં આવેલ નવનાથ મહાદેવના દર્શનની આયોજન કરવામાં આવેલ છે તથા શિવભક્તોને વિધવાન બ્રાહ્મણો દ્વારા શિવલિંગ અભિષેકનો લ્હાવો લઈ શકે તે માટે પણ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદ-NCBએ 11 કિલો ચરસ ઝડપ્યું-બાવળા હાઇવે અને રાજકોટથી ઝડપ્યું ચરસ…

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૨૬૫ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!