હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન વગર ચાલતી નોનવેજની દુકાનો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને ગુજરાત ભરના તમામ શહેરોમાં પાલિકા એક્શન મોડમાં આવી હતી અને લાયસન્સ વગર વેચાણ કરતી ચિકન અને મટનની દુકાન પર લાલ આંખ કરી હતી અને તમામને બંધ કરાવી દેવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઈને આજે ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સ માટેની પ્રક્રિયા મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓએ છેલ્લા ઘણા વર્ષોથી લાઇસન્સ અને એનઓસી રીન્યુ ન કરવાથી એનઓસી તો મળી છે પરંતુ ચિકન સ્લોટીંગમાં કે સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ખાતે નોંધાયેલી અને ગુજરાત રાજ્ય પ્રદૂષણનું લાઇસન્સ ધરાવતા નથી હોવાની હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હોવાની આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.
Advertisement