સામાન્ય રમત ગમતની સરખામણી એ જ્યારે પાવર લિફ્ટિંગની વાત કરીએ તો તે ખૂબ જ કઠીન રમત ગણવામાં આવે છે સરકાર પણ મહીલાઓને રાષ્ટ્રીય ક્ષેત્રની રમતોમાં ગોલ્ડ મેડલ બદલ અનેક સુવિધાઓ પૂરી પાડે છે જેથી ખેલાડીઓમાં ઉત્સાહ વધે અને પ્રોત્સાહન મળે, ભરૂચ જિલ્લામાં યુવાનોએ રમત ગમતના દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી યુવાનોએ પાવર લિફ્ટિંગ જેવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમતમાં પણ કાંઠુ કાઢ્યું છે. જેમાં હાલ તો યુવતીઓ ખાસ રુચિ લઈ રહી છે ત્યારે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ દ્વારા વિવિઘ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત અને ફિટ ઇન્ડિયા યુથ ક્લબ અંતર્ગત યોજાનાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ ચેમ્પિનશિપ 2023 સ્પર્ધામાં અંકલેશ્વરની વૈશાલી પટેલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સમગ્ર પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. યુવાનો પાવર લિફ્ટિંગ તરફ વળ્યા છે. જીમના ક્રેઝ વચ્ચે અનેક યુવાનોએ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની શરૂઆત કરી છે તો સાથે જ આ રમત થકી નામના પણ મેળવી છે. આ પ્રતિયોગિતામાં સ્પર્ધકોને ત્રણ અલગ અલગ રમત થકી મૂલવવામાં આવ્યું હતું, જેમાં વૈશાલી પટેલે બેન્ચ પ્રેસ માં 55 KG, સ્કવોટ્સ માં 105 KG અને ડેડલિફ્ટમાં 125KG બાર્બેલ પર ઊંચકવામાં આવતા કુલ 285KG વજન સાથે જીલ્લામા પ્રથમ સ્થાને વિજેતા બની હતી. સાથે સાથે તેણીને સ્ટ્રોંગ વુમન ઓફ ભરૂચમા પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે આવી અતિ કઠીન શારીરિક બળ અને કળ માંગી લેતી રમત લિફ્ટિંગ સ્પર્ધામાં અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતી વૈશાલિ પટેલે 72KG કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસિલ કરી દરેક યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે આ સ્પર્ધામાં વિજેતાઓ ને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ અંકુર પટેલ અને જનરલ સેક્રેટરી વિરાજસિંહ પ્રકંડા દ્વારા સિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતા. આ સિધ્ધિ હાંસલ કર્યા બાદ વૈશાલી પટેલે મહીલાઓ ને ફિટનેસ પ્રત્યે ભાર મૂકવો અને નિયમિત પણે જિમ જવું જોઈએ તેમ જણાવ્યું હતુ.