ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવ તથા બગીચા પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટિએ ખુબ જ આગવી ઓળખ ધરાવ છે, માતરિયા તળાવની દેખરેખ તથા જાળવણીને લગતી તમામ કામગીરી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ -અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળને નવેમ્બર – 2022 થી સોંપવામાં આવેલી છે.
ભરૂચ સ્થિત આવેલ માતરિયા તળાવ 1.8 કી. મી લંબાઈનો કિનારો તથા 2,44,813 ચો, મી નો લેન્ડ એરિયા અને 1,54,918 ચો, મી નો પાણીનો એરિયા ધરાવે છે, માતરીયા તળાવને સુશોભીત કરવા તળાવનું ખાતમુહૂર્ત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
માતરિયા તળાવની પર્યટન સ્થળ અને મનોરંજનના સ્થળ તરીકેની ખ્યાતિ જળવાઈ રહે તે હેતુથી માતરિયા તળાવ તથા આસપાસના બગીચાને વધુ મનમોહક બનાવવા માટે રીનોવેશન, અપગ્રેશન એન્ડ બ્યુટીફીકેશન કરવા માટેની કામગીરી બૌડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળના સહયોગથી 450,00 લાખના ખર્ચે માતરિયા તળાવ અને બગીચાના ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.