ભરૂચ જિલ્લામાં છેલ્લા એક માસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારની એક બાદ એક ચકચારી ઘટનાઓ સર્જાઈ રહી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ હત્યા, લૂંટ, અપહરણ, મારામરી સહિતની અનેક ઘટનાઓ સામે આવતા જિલ્લામાં સબ સલામતીના દાવા પોકળ સાબિત થતા જઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલ SLD ફ્લેટના મકાન નંબર 404 માં રહેતી મનીષાબેન હિતેશભાઈ જાવિયા, ઉ 44 નાઓ તેઓના ઘરે હતા દરમ્યાનના સમયે તેઓનો પિતરાઈ ભાઇ આજે સવારના સમયે આવ્યો હતો, અને મનીષા બેન કંઈ સમજે પહેલા જ તેઓને ચપ્પુના ઘા ઝીંકી દઈ મનીષા બેનની હત્યાને અંજામ આપતાં વિસ્તારમાંમાં ભારે ચકચાર મચી હતી.
સમગ્ર મામલા અંગે ભરૂચ શહેર સી ડીવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલાની લાશનો કબ્જો મેળવી તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના બાદ ફરાર હત્યારા મનીષ ગોકણ દાસ ભાલોડીયા રહે વડોદરા નાની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
તુલસીધામ જેવા ભરચક એવા વિસ્તારમાં આવેલ ફ્લેટ વિસ્તારમાં ઘટના એ લોકો વચ્ચે ભારે ચક્ચાર મચાવ્યો હ્તો, તો બીજી તરફ પિતરાઈ ભાઇ એ પોતાની બહેનની હત્યા કેમ અને ક્યા કારણોસર કરી છે તે દિશામાં પણ પોલીસે ઘટનાક્રમ બાદ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.