Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ સ્થિત દાઉદી વ્હોરા સમાજ દ્ધારા ૭૪ માં પ્રજાસત્તાક દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરી હતી. જનાબ આમીલ સાહેબના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે દેશની પ્રગતિ માટે દુવા કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદ અલી સૈયદ, કોર્પોરેટર ઈબ્રાહીમ કલકલ અને વસીમ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તબકકે ભરૂચ નગરપાલિકાના સભ્યનું બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમજ ગણતંત્ર દિવસને ખાસ મનાવવા સમાજના લોકોને F M B ના મેમ્બર દ્વારા ભોજન આપવામાં આવ્યુ હતુ. મદ્રસાના બાળકો એ જનજાગૃતિ લાવવાના હેતુથી ધુમ્રપાન નહિ કરવા પ્લેકાર્ડ બનાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ:વગુસણા પાસે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત- ક્લીનર નું મોત…

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ, RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

ProudOfGujarat

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!