Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી સંકુલમાં ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ.

Share

આજરોજ મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના કેમ્પસમાં ૭૪ મો પ્રજાસત્તાક દિવસ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો.

સવારે ૮:૩૦ કલાકે વિદેશથી પધારેલા જનાબ ઉસ્માનભાઈ પટેલ દ્વારા ધ્વજારોહન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થામાં ઉપપ્રમુખ જનાબ હારૂનભાઈ પટેલ તથા ટ્રસ્ટી યુનુસભાઇ પટેલ, કારોબારી સભ્ય સલીમ ભાઈ અમદાવાદી હાજર રહ્યા હતા. આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના વિવિધ વિભાગો દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરી તેની સાથે સાથે પોતાના વિભાગનો સુંદર રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતા.
આ પ્રોગ્રામમાં તમામ આચાર્ય મિત્રો, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા અંતમાં મોહમદ પુરા આઈ.ટી.આઈ. ના આચાર્ય લુકમાન પટેલ દ્વારા આભારવિધિ કરી પ્રોગ્રામના અંતે લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામને પૂર્ણ કરેલ હતો.

Advertisement

Share

Related posts

વિશ્વ તમાકુ નિષેધ દિવસે વિરમગામના કમીજલામાં પપેટ શો દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા ખાતે મહારાષ્ટ્ર દંપત્તિના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરાઇ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સફાઈ કર્મીઓના પગાર ન થતાં બીજા દિવસે પણ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!