Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મલ્ટીપ્લેક્ષમાં પઠાણનો પ્રથમ શો બંધ, લાસ્ટ શો હાઉસ ફૂલ

Share

ભરૂચમાં પઠાણનો પ્રથમ શો બંધ રહ્યો તો લાસ્ટ શો હાઉસ ફૂલ થઈ ગયો છે. મલ્ટીપ્લેક્ષમાં હિન્દૂ આગેવાનોએ પહોંચી જતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બંધ રખાયો હતો. બાદના બધા શો શાંતિમય રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યા છે. હિન્દૂ સંગઠનના વિરોધ અને વિવાદ વચ્ચે શાહરૂખ ખાનની બહુચર્ચિત પઠાણ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે. ત્યારે ભરૂચમાં આજે પ્રથમ શો બંધ રખાયો હતો. જ્યાં બીજી તરફ લાસ્ટ શો નું બુકીંગ હાઉસ ફૂલ થઇ ગયું હતું. શહેરના મલ્ટીપ્લેક્ષમાં હિન્દૂ આગેવાનો સવારે જ પહોંચી જતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બંધ રખાયો હતો.

પઠાણ ફિલ્મ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં સપડાઈ હતી. ભગવા રંગની બિકીનીના વિવાદ બાદ આ દ્રશ્યો તો હટાવી લેવાયા હતા જોકે ત્યારબાદ હિન્દૂ સંગઠનોએ ફિલ્મમાં કામ કરી રહેલ કલાકાર દેશ વિરોધી હોવાનો સૂર ઉઠાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ વિવાદ વચ્ચે આજરોજ પઠાણ રિલીઝ થઇ હતી.

Advertisement

ભરૂચ ખાતે તમામ મલ્ટિપ્લેક્ષમાં આ મુવી ચાલી રહી છે. જોકે આજે સવારે મલ્ટીપ્લેક્ષ ખાતે ફર્સ્ટ શો બંધ રાખવામાં આવ્યો હતો. વિહિપ, બજરંગ દળ સહિતના હિન્દૂ સંગઠનના આગેવાનોએ સવારે થિયેટર ખાતે પહોંચી શો બંધ રખાવ્યો હતો. જોકે ત્યાર બાદના તમામ શો યથાવત ચાલ્યા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જોકે, શાહરૂખ, દીપિકાનાં ચાહકોએ એડવાન્સ બુકીંગ કરાવી દીધું હતું અને આજનો લાસ્ટ શો હાઉસ ફૂલ જોવા મળ્યો હતો. મુવી જોનાર કેટલાકે ફિલ્મને પસંદ કરી હતી અને ફિલ્મમાં કોઈ વિવાદિત વસ્તુ ન હોવાનું જણાવ્યું હતું. વિવાદો વચ્ચે ફિલ્મને પણ સાડા ચાર સ્ટાર આપવામાં આવ્યા છે.


Share

Related posts

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

ProudOfGujarat

વાગરાના અંભેટા ખાતે આવેલ સ્ટર્લીંગ વિનાયલ એડિટીવ્ઝ પ્રા.લી કંપનીની ગંભીર બેદરકારી સામે જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

પીપળીયા ગામની સીમમાંથી ૬ જુગારીયા જુગાર રમતા ઝડપાયા.એલ.સી.બી પોલીસે રૂ.૫૭૦૦૦ કરતા વધુ મત્તા સાથે જુગારીયા ઝડપ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!