Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખાણ આપી છેતરપીંડી આચારનારી ગેંગ ઝડપાઈ

Share

ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગના 5 આરોપીઓને 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. એક ઈસમે આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે એવું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી લીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.
આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ એલસીબીએ આમોદ તાલુકાના આછોદ ગામે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહિત 15.60 લાખ રોકડ મળી કુલ 16.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનારા કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ, આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે શકિલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આમોદના પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

2019 की क्रिसमस पर रिलीज होगी सलमान खान की “किक 2”!

ProudOfGujarat

ભરૂચ હોસ્પિટલની બિલ્ડીંગ પર ચાલતા કામમાં 200 ફૂટ ઉપરથી ક્રેનમાંથી સળિયાની ભારી છુટીને લગ્નપ્રસંગનાં પાર્ટી પ્લોટમાં પડતાં દોડધામ મચી ગઈ છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સારંગપૂરની મંગલ દીપ સોસાયટીમાં ગોળી મારી પાડોશીની હત્યા કરનાર આરોપીની પોલીસે હથિયાર સાથે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!