Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલી વલણ હોસ્પિટલ ખાતે ડૉ. સલીમ નાથા એન્ડ ફેમિલી તેમજ વલણ હોસ્પિટલમાં સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ, સર્વ રોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા આંખ તેમજ રોગોના નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. તેમજ જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાથે સાથે જરૂરતમંદ દર્દીઓને ચશ્મા નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થાય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિરમાં ૫૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે HC એ કર્યો સુઓમોટો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!