ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરેથી આજે ભવ્ય પોથીયાત્રા શોભાયાત્રા ઝાડેશ્વર ગામ થઈ ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિષદમાં ફરી સપ્ત ઋષિની પ્રદક્ષિણાના કરી શોભાયાત્રા સમાપ્ત થઈ હતી.
આવનાર તારીખ 28 જાન્યુઆરી શનિવારના માં નર્મદા માતાની ૧૦૮ મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવશે. નર્મદા માતાની જન્મ જયંતી નિમિત્તે યજ્ઞ તેમજ દિવડા અને ફૂલોના આગવા શણગારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ મંદિરને પણ ભવ્ય લાઇટિંગથી સજાવટ કરવામાં આવી છે આ સાથે સંવાદ ૨૦૭૯ મહા સુદ સાતમને શનિવારે નર્મદા માતાની જન્મ જયંતી આરતીના યોજાયેલા કાર્યક્રમમાં લોકોમાં આગવુ આકર્ષણ ઊભું કરશે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે કોરોના મહામારીના દિવસોમાં કોરોના ગાઈડલાઈન ના પગલે પાછલા વર્ષોમાં નર્મદા માતાની જન્મ જયંતી મુક્ત પણે ઉજવણી શકાય ન હતી પરંતુ હવે જ્યારે કોરોના મહામારી નિયંત્રણમાં છે ત્યારે નર્મદા માતાના ભક્તજનો આ વર્ષે માતાજીની જન્મજયંતી ઉજવવા અંગે થનગનાટ થઈ રહ્યા છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર નર્મદા નદીના કિનારે વિશ્વ ગાયત્રી પીઠ અલખધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે વહેતી નર્મદા માતાની જન્મ જયંતી નિમિત્તે 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં નર્મદા મહાપુરાણ કથા સંગીત સહિત આજથી કથાનો પ્રારંભ અને 27 મીને શુક્રવારે કથાની પૂર્ણાહુતિ થશે.
– ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે આજે શનિવારથી 25 માં નર્મદા જ્યંતી મહોત્સવનો આરંભ
– બપોરે શોભાયાત્રા બાદ સંગીતમય નર્મદા મહાપુરણ કથાનો પ્રારંભ થયો
– 28 મી એ સવા લાખ દિવડાની મહાઆરતી, અન્નકૂટ, આતશબાજી,1000 સાડીથી નર્મદા મહાપુજન, અભિષેક સહિતના કાર્યક્રમ
અલખધામ વિશ્વ ગાયત્રી મંદિર ઝાડેશ્વર ખાતે 25 મો નર્મદા જ્યંતી મહોત્સવ મહંત અલખગીરી મહારાજના સાનિધ્યમાં 21 થી 28 જાન્યુઆરી યોજાશે.
શનિવારે બપોરે 3 કલાકે પોથીયાત્રા નીકળી જ્યારે સાંજે 4 થી 7 કલાક 27 જાન્યુઆરી સુધી સંગીતમય નર્મદા મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. સત્યનાનંદ ગીરી માતાજી કથાનું રસપાન કરાવશે. 27 જાન્યુઆરીએ 25 કુંડી નર્મદા મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
28 જાન્યુઆરીએ નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે સવાલાખ દિવડાથી મહાઆરતી, અન્નકૂટ, આતશબાજી અને 1000 સાડી માતાજીને અર્પણ કરાશે.