નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેનો લાભ ઘણી ગંગા સ્વરૂપ બેહનો દ્વારા લેવામાં આવે છે.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 મોટા નાગોરી વાડ પાસે રહેતા આદિવાસી પરિવારને છેલ્લા બે મહિનાથી ગંગા સ્વરૂપ યોજના હેઠળની સહાયની રકમ ન મળતા પરિવારે સ્થાનિક નગરપાલિકા સભ્ય ઇબ્રાહીમભાઇ કલકલને રજુઆત કરી હતી. રજૂઆત સાંભળીને સ્થાનિક નગરપાલિકાના સભ્ય ઈબ્રાહીમ કલકલ દ્વારા પોસ્ટ ઓફિસ ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પોસ્ટ ઓફિસના કર્મચારીએ લાભાર્થીના ઘરે આવી ગંગા સ્વરૂપા યોજનાની સહાયના નાણાં ચૂકવ્યા હતા.
Advertisement