Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉજવણી કરાઇ.

Share

ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.

બાળ કલ્યાણ સમિતિ ભરૂચ, સમાજ સુરક્ષા કચેરી ભરૂચ તથા જિલ્લા બાળ સુરક્ષા કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રએન હોમ ફોર ગર્લ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આત્મીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ભરૂચના ચેરમેન આર.વી. પટેલ તથા સભ્યો, ત્રણે વિભાગના જવાબદાર અધિકારીઓ તથા સમાજ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ત્રણે સંસ્થાઓની કામગીરીને બિરદાવી બાળકોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન આર.વી. પટેલે સંસ્થાઓ અને સરકારની બાળ કલ્યાણલક્ષી કામગીરીનો ચિતાર આપી તેના માટે ત્રણે સંસ્થાઓનું શ્રેષ્ઠ સંકલન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ત્રણે સંસ્થાઓ સાચા અર્થમાં બાળકોના વાલી તરીકેની ફરજ નિભાવી તેમના કલ્યાણમિત્રની બની રહ્યા છે.

Advertisement

Share

Related posts

વિશ્વ જળ દિવસ નિમિત્તે અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પાણી બચાવ ઝુંબેશ હેઠળ નો કાર્યક્રમ રજૂ કરી બાળકો સાથે ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સત્તાનું તાલુકા કક્ષા સુધી શક્ય તેટલું વિકેન્દ્રીકરણ કરી લોકો વચ્ચે સમિપતા વધારવાનો નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!