Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુકલતીર્થથી મંગલેશ્વર સુધી બાળકોની ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ.

Share

શિવા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મંગલેશ્વર, શ્રી હરિ :ઓમ સત્સંગ મંડળ અને મહાજન શક્તિ દળ રાજપીપળા -અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શુકલતીર્થથી ભારદ્વાજ આશ્રમ, મંગલેશ્વર સુધીની ધોરણ છ થી બારના બાળકો માટે પ્રથમવાર ત્રણ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઇ હતી.

આશરે 350 વિદ્યાર્થી/વિધાર્થીનીઓએ ભાગ લઈ શુકલતીર્થથી મંગલેશ્વર સુધીનો રસ્તો ઉત્સાહથી ભરી દીધો હતો. આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે કેતન દેસાઇ પ્રશાંત પટેલ એ પ્રશાંત પટેલ સ્પોર્ટ્સ કન્વીનર આવ્યા અને સ્પોર્ટ્સ કન્વીનર જેઓ રનિંગ ઈન્ડસ્ટ્રીમા ફિટ માઈન્ડ તરીકે ઓળખાય છે, પ્રશાંત પટેલ સ્પોર્ટ્સ કન્વીનર આવ્યા હતા જેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા. આ દોડનું આયોજન શિવા શક્તિ ટ્રસ્ટના કામિનાબા રાજ અને મંત્રી તથા નર્મદા સ્કૂલના શિક્ષકો તેમજ મંગલેશ્વર ગામના કર્મઠ કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે શિવા શક્તિ ટ્રસ્ટના કામિનાબા તેમજ બી જે પી સ્પોર્ટ્સ કન્વીનર પ્રશાંત પટેલ તરફથી બાળકોને ફ્રૂટ જ્યુસ આપવામાં આવેલ. મહાજન શક્તિ દળના સ્નેહાબહેન તેમજ નિર્મળાબહેન દ્વારા વિજેતા બાળકોને મેડલ આપી નવાજવામાં આવ્યા. તેમજ વિજેતાઓને શિવા શક્તિ ટ્રસ્ટ તરફથી ઈનામો આપવામાં આવ્યા સમાપન વેળાએ શ્રી હરિ: ઓમ સત્સંગ મંડળના મંત્રી નીતિન રામીએ બાળકોને સૂર્યને અર્ધ્ય આપવા, ભગવાનને પોતાના મિત્ર બનાવી પોતાનું સુખ દુઃખ વહેંચવા જણાવેલ હતું.

Advertisement

મંગલેશ્વર ગામમાં 36 વર્ષથી રહેતા અને સુરત આશ્રમના ટ્રસ્ટી એવા રજનીભાઈ, ભારદ્વાજ આશ્રમના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને હાલના મેનેજર ગોવિંદભાઈ, પૂજ્ય હરિ:ઓમ સત્સંગ મંડળના સંયુક્ત મંત્રી રજની પટેલ, કાર્યકરો યોગેશ શાહ, દક્ષા રામી, મીનાબહેન પરીખ, અલકાબહેન શાહ દ્વારા ઉપસ્થિત મહેમાનોને પૂજ્ય શ્રીમોટાનું સચિત્ર કેલેન્ડર તેમજ શ્રીમોટા વાણી સપ્રેમ આપવામાં આવેલ હતી. શ્રીમોટાના પ્રખર અનુરાગી જગજીવનભાઈ મોદી, પૂજ્ય શ્રીમોટા સદગુરુને જોતા જેમની આંખમાંથી અશ્રુઓ ઝરતા એવા મંગલેશ્વર ગામના ગુમાનસિંહના પુત્ર પંકજ રાજ હાજર રહ્યા હતા. તેમ શિવા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મંગલેશ્વરની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.


Share

Related posts

રાજ્યમાં બોગસ બિલિંગ પર GST ત્રાટક્યું, 4 હજાર કરોડનું કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિતે તારીખ ૧૨ જૂનના રોજ આયોજિત ઑન લાઈન કવિ સંમેલન

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ તલાટી કમમંત્રી ચેમ્બરનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!