Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી એ અંકલેશ્વરના જીન ફળિયા ખાતેથી આંક ફરકનો જુગાર ઝડપી લીધો

Share

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારુ જુગારની પ્રવૃત્તિ અટકાવવા તેમજ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ અપાયેલ, તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર જીન ફળિયામાં એક મહિલા તેના માણસો થકી કેટલાક ઇસમોને ભેગા કરીને તેના ઘર પાસે સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર રમાડે છે.

એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને છાપો મારી સ્થળ પરથી જુગાર રમાડતી મહિલા સહિત કુલ આઠ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રુ.૩૩૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. એલસીબીની ટીમે ઘટના સ્થળ પરથી મનસુખભાઇ છીતાભાઇ પ્રજાપતિ રહે.માઇની ઉડાઇ બળેલીખો ભરૂચ, નાગજીભાઇ નાથાભાઇ મકવાણા રહે.હાલ સુપર માર્કેટ અરુણભાઇના મકાનમાં અંકલેશ્વર ભડકોદ્રા ગામ, દિપકકુમાર મહેન્દ્રસિંહ ચાવડા રહે.જુના બજાર કરજણ, શબ્બીરભાઇ ફકરુદ્દિન શેખ નવા બજાર કરજણ, શીવકુમાર નનકુભાઇ પાલ રહે.ગડખોલ ગામ તા.અંકલેશ્વર, સંજયભાઇ બાબુભાઇ વસાવા રહે.જીન ફળિયું અંકલેશ્વર, રાધાબેન વિક્રમજી ઠાકોર રહે.નવી નગરી અંકલેશ્વર તેમજ જયાબેન પ્રવિણભાઇ વસાવા રહે.જીન ફળિયા અંકલેશ્વરનાને ઝડપી લઇને અન્ય એક ઇસમ વિશાલ ઠાકોરભાઇ વસાવા રહે.નવા દીવા અંકલેશ્વરનાને વોન્ટેડ જાહેર કરીને આ ગુના હેઠળ ઘટના સ્થળ પરથી મુદ્દામાલ સાથે પકડાયેલ આરોપીઓને વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અમદાવાદમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે દોઢ વર્ષે દિલ્હીની સંસ્થા સાથે 6.28 કરોડના કરાર

ProudOfGujarat

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!