દેશમાં હિંદુઓ ઉપર થઇ રહેલ હુમલાઓ અને હત્યા સંદર્ભે વિરોધ નોંધાવતું આવેદન પત્ર ભરૂચ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં આસામમાં એક બજરંગ દળનાં કાર્યકર્તાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. છેલ્લા થોડા સમયમાં 9 જેટલા હિંદુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ એક હિંદુની હત્યા થઇ હતી.
આ તમામ બાબતોને લઈને આજરોજ ભરુચ જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આવા જેહાદી તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવા માટે કડક કાયદા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આવા તત્વો ક્યારેક લવ જેહાદના નામે તો ક્યારેક સીર ધડથી અલગ ગેન્ગના નામે આતંક મચાવી રહ્યા છે. ત્યારે તેઓને ડામવા માટે કડક કાયદા બનવા જોઈએ અને આવા તત્વોને પ્રેરણા આપનાર સંસ્થાઓ સામે પણ કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.