Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઉતરાયણ પર્વ નિમિત્તે “ઝીરો કેજ્યુઅલટી”નાં નિર્ધાર સાથે જિલ્લા તંત્ર સજજ

Share

જીલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લામાં અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉતરાયણ પર્વ દરમિયાન થયેલા અકસ્માતના આંકડાઓના વિશ્લેષણના આધારે ચાલુ વર્ષે પણ 53.09 ટકા જેટલાં ઇમરજન્સી કેસો વધશે તેવું અનુમાન ઈમરજન્સી ૧૦૮ દ્વારા લગાવામાં આવી રહ્યું છે. જેના કારણે આ તહેવારને લઈ ૧૦૮ની ટીમોને સ્ટેન્ડ બાય રાખી તમામ કર્મચારીઓ રજા રદ કરવામાં આવી છે.

૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યુ હતુ કે, જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને અંકલેશ્વરમાં આવેલી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ખાસ પ્રકારની ટ્રોમા સેન્ટરમાં વ્યવસ્થા કરવામા આવી છે. ઉતરાયણ પર્વની ઇમરજન્સીને સંજોગ માટે ખાસ અલાયદા ટ્રોમા સેન્ટરની વ્યવસ્થા ઉભી કરાઈ છે. નર્સિંગ સિસ્ટમ, વેન્ટિલેટર સુવિધાઓ, વિશિષ્ટ બર્ન્સ આઇસોલેશન રૂમ, ઓર્થોપેડિશિયન, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન સાથે અલ્ટ્રા-આધુનિક મોડ્યુલર ઑપરેશન થિયેટર જેવા હાઇ-ટેક અત્યાધુનિક સાધનો સાથે સંભાળ અને સારવારની ૨૪ કલાક સુવિધાઓ ઉપલબ્ધ છે. ન્યુરો સર્જન, ઇમરજન્સી ફિઝિશિયન તેમજ ૨૪ કલાક ફાર્મસી, રેડિયોલોજી અને લેબોરેટરી સેવાઓ સતત લોકો માટે કાર્યરત અને ખુલ્લી રહેશે.

૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે દ્વારા લોકોને અપીલ કરતાં જણાવ્યુ હતુ કે, ઉત્તરાયણ દરમ્યાન ધાયલ થતાં લોકોની સારવાર માટે તમામ સુવિધા કરાઈ છે. છતા બીજી કેટલીક બાબતો છે જેની કાળજી રાખવું જરૂરી છે. જ્યાં સલામતી માટે ઉત્તરાયમાં માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહેવું જોઈએ. વીજળીના તારમાં સામેલ અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો. ધાબાની અગાસી પર પતંગ ચગાવા કરતાં ખુલા મેદાન પરથી પતંગ ચગાવાનું આગ્રહ રાખવો. પતંગ ચગાવતી વખતે બાળકોને વાલીઓની દેખરેખ રાખો. સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં ઉડાન ભરી રહ્યા હોતા હોય છે એટલે આ સમયમાં સિન્થેટી વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલા તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. પતંગ કપાઈ જાય તો અગાસી કે રસ્તા ઉપરથી પતંગ લેવા દોડવું નથી. પતંગ ચગાવતી વખતે આંખો કોઈપણ પ્રકારની મેડિકલ ઈમરજન્સી ઊભી થાય તો તરત ૧૦૮ સેવાની મદદ માંગી લેવી જોઈએ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં ધનવંતરી રથ દ્વારા શિક્ષકોનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા.

ProudOfGujarat

લીંબડી મોટા મંદિર ની ૧૩૦ વર્ષ જૂની પરંપરામાં કોરોના વિધ્નરૂપ સાબિત થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!