બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ વોચ ગોઠવી હતી, દરમિયાન સ્કોડા ફેબિયા કારમાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ભરી લાવવામાં આવી રહ્યો હતો, જે બાદ બુટલેગરોએ પોલીસને જોઈ જતા કારનો યુ ટર્ન લગાવી સાંકડી ગલીઓમાંથી કારને પુર સ્પીડમાં ભગાડી બાયપાસ ચોકડી તરફ નાસી છૂટ્યા હતા.
જે બાદ બાયપાસ ચોકડી વિસ્તારમાં બુટલેગરની કાર યુ ટર્નને પહેલા જ નજીકમાં આવેલ ફ્રેંસિંગ તારમાં કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો,પોલીસ પકડથી બુટલેગરો ફરાર થાય પહેલા જ પોલીસે કારને કોર્ડન કરી તેમાં તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની મોટી કુલ ૩૮૪ નંગ બોટલો મળી આવી હતી.
ક્રાઇમ બ્રાંચે મામલે બુટલેગર દંપતીની ધરપકડ કરી છે, જેમાં સિદ્દીક કાસમભાઈ શેખ અને તેઓના પત્ની હાજરા સિદ્દીક કાસમભાઈ શેખ બને રહે. નારીયેલી બજાર ફુરજા ભરૂચ નાઓની ધરપકડ કરી કુલ ૩,૦૧,૯૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.