બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોડી માંથી પસાર થતી ભરૂચ-વતરસા કોઠી વચ્ચે દોડતી એસટી બસ ખાડા માં સ્લીપ ખાઇ જતા ૩૦ થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા …
અત્રે ઉલ્લેખનીય છે કે મેઈન રેલવે ટ્રેક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી..રોડ થી ૨૦ ફૂટ દુર રેલવે માંથી બસ પસાર કરવી પડી એસ ચાલક ને ભારે પડ્યું હતું..
ઘટના સર્જાતા મુસાફરો ને તાત્કાલિક બહાર ઉતારી બસ ને કાઢવાની તજવીજ શરૂ કરાઇ હતી..ઘટના ની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશન માસ્ટર.આર પી એફ સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો….
શોર્ટકર્ટ મારવાની લહાઇ માં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોય તેવી બાબત કહી શકાય …
ભરૂચ રેલવે ગોડી પાસે થી આવતા ટર્નીગ ઉપર ગોડી નો ભાગ ખુલ્લો હોય એસ ટી ચાલકો શોર્ટ કર્ટ મારવા આ રસ્તા નો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે..જેથી આ સમગ્ર દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે…….