ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આંકોટ ગામે પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ અંગે મળતી વિગતો મુજબ તાલુકા પંચાયત વાગરાના ઉપક્રમે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ કમિશનર દ્વારા ફાળવેલ ગ્રાન્ટમાંથી શાળાની કમ્પાઉન્ડ વોલ (દિવાલ) બનાવવા રકમ ફાળવવામાં આવી હતી. વિગતો અનુસાર કુલ રુ.૩૩૮૦૦૦ ની ફાળવણી કરવામાં આવી હતી. સરપંચ તેમજ ગ્રામ પંચાયત સદસ્યોના પ્રયાસથી ગામના વિકાસ માટે વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસના કામો કરાવવાનું પણ નજીકના ભવિષ્યમાં આયોજન કરાશે તેમ આ પ્રસંગે જણાવાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય વિદ્યાબેન વસાવા, વાગરા તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ, ભરૂચ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ દશરથભાઈ રાઠોડ, સરપંચ શિલ્પાબેન રાઠોડ તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
વાગરા તાલુકાના આંકોટ ગામે પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાનું ખાતમુહુર્ત કરાયું.
Advertisement