આજરોજ ભરૂચ ખાતે જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ દ્વારા સંપાદિત વર્ષ ૨૦૨૨-૨૩ નો જિલ્લા કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો શુભારંભ /ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં અધ્યક્ષ તરીકે ડાયટ, ભરૂચના પ્રાચાર્ય કલ્પના બેન એન ઉનડકટ રહ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કિશનભાઈ એફ વસાવા તેમજ અતિથિ વિશેષ તરીકે નિશાંતભાઈ દવે સહિત શિક્ષણ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરા અનુસાર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રથમ મહાનુભાવોને પુષ્પગુંચ આપી અર્પણ કરી સ્વાગત કરાયું હતું, બાદમાં એજ્યુકેશન ઇનોવેશન ઉદભવ તથા ઐતિહાસિક બાબત અંગે ઉપસ્થિત મહાનુભાવોએ જાણકારી પુરી પાડી હતી, તેમજ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત કલ્પનાબેન ઉનડકટ દ્વારા પોતાના વ્યાપક અનુભવના ભાથામાંથી ઇનોવેશનને લગતા વાસ્તવિક ઉદાહરણો પુરા પાડીને શિક્ષણના નૂતન કરવામાં ઇનોવેશનની ભૂમિકા જણાવી સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.
ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું શુભારંભ કરાયો.
Advertisement