ગુજરાત રાજયના GCERT, D.I.E.T અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના ગણીત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભરૂચની S.V.M સ્કૂલના વિદ્યાર્થીઓએ અનેરી સિધ્ધિ હાસિલ કરી છે. ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા માસ્ટર પરમ પટેલ અને માસ્ટર વિનીત પારેખ દ્વારા યોજાયેલ પ્રદશનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.
નવસારી ખાતે યોજાયેલ ઝોનલ રાઉન્ડમાં તેઓના શિક્ષક માધુરી ચસુધરીના માર્ગદર્શન હેઠળ આ વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, તેમનો પ્રોજેકટ ડાયનામિક કાર હતો, જે ગુજરાત રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામ્યો હતો.
s.v.m શાળાના વિદ્યાર્થીઓના આ પ્રદર્શન થકી શાળા સંચાલકો તેમજ શ્રી સદવિદ્યા મંડળ પરિવાર એ ગર્વ અનુભવ્યો હતો અને વિદ્યાર્થીઓના આ પ્રકારના પ્રદર્શનને પ્રોત્સાહિત કરી તેઓને બિરદાવ્યા હતા.
હારુન પટેક : ભરુચ