Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના પીઠોર ગામે પાણીની ટાંકીમાં સંતાડી રાખેલ હજારોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સામે સતત પોલીસ વિભાગે લાલઆંખ કરી છે, જિલ્લામાં ઠેક ઠેકાણે દરોડા પાડી હજારો અને લાખોની કિંમતનો શરાબનો જથ્થો પોલીસ વિભાગ તરફથી ઝડપવામાં આવી રહ્યો છે, તેવામાં ક્રાઇમ બ્રાંચે વધુ એક સફળ રેડ કરી હજારોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચને મળેલ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પીઠોર ગામ ખાતેના તળાવ ફળિયામાં રહેતા નરેશ ઠાકોરભાઈ વસાવાના ઘરના પાછળના ભાગે પાણીની ટાંકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડયો હોય પોલીસ તપાસમાં દારૂ મળી આવ્યો હતો.

Advertisement

ક્રાઇમ બ્રાંચે મામલે વિદેશી શરાબ તેમજ બિયરના ટીન મળી ૫૪૦ નંગનો જથ્થો જેની કિંમત ૭૯૨૦૦ નો કબ્જો લઇ મામલે બુટલેગર નરેશ ઉર્ફે નરો ઠાકોર ભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

વાગરા ખાતે આવેલ શૌર્ય યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

ભરૂચ : ઢાઢર નદી ભયજનક સપાટી નજીક હોવાથી આજુબાજુનાં સાત ગામોનાં રહેવાસીઓને પૂર અંગેની ચેતવણી આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!