ડી.જે ના સંગીત અને નયનરમ્ય લાઈટ ઈફેક્ટ ભક્તોજનો માટે આકર્ષણ રૂપ ….
વિવિધ વિસ્તારોમાં વીજ વાયર અને ટેલીફોન વાયરોના વિઘ્નો …
ભરૂચ નગર ખાતે આ વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રી જી મહોત્સવો યોજાનાર છે. તેવા સમયે હવે હજી શ્રી જી મહોત્સવને ગણત્રીના દિવસો બાકી હોવા છતા અત્યારથીજ શ્રી જી મહોત્સવ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ સ્થાનકો ખાતે શ્રી જી મહોત્સવનાં પંડાલ તૈયાર કરી દેવાયા છે. વિશાળ, આકર્શક , નયનરમ્ય શ્રી જી ની પ્રતિમાઓની શોભાયાત્રા યોજાય રહી છે. જે માં ડી.જે અને અન્ય સંગીતના સુરતાલ વચ્ચે ધાર્મિક વાતાવરણમાં શ્રી જી ની શોભાયાત્રા યોજાઈ રહી છે. જે માં લાઈટીગ ઈફેક્ટ વિશેષ આકર્ષણ જમાવે છે યુવાનો અને વિવિધ વયના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રાના દર્શન અર્થે ઉમટી પડે છે શ્રી જી ની વિશાળકાય પ્રતિમા હોવાના પગલે ઠેર-ઠેર વીજ તેમજ ટેલીફોનના વાયરો નડતર રૂપ સાબીત થઈ રહ્યા છે શ્રી જી ભક્ત યુવાનો દ્વારા લાંબા બાંબુ અને લાકડી વડે આવા નડતર રૂપ વાયરોને ઉંચા કરી શ્રી જી ની પ્રતિમા પસાર કરાઈ રહી છે. શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીના પગલે આ વર્ષે શ્રીજી મહોત્સવ સમગ્ર ભરૂચ નગર અને જીલ્લામાં આકર્ષણ જમાવશે એમ લાગી રહ્યું છે.