Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના દહરી ગામે મુખ્ય કેનાલમા ભંગાણ સર્જાતા 200 થી વધારે એકર ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં નહેરોમાં ગાબડું પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે નહેરોની આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ રહી હોવાની બાબતો પ્રકાશમાં આવી રહી છે, થોડા દિવસો અગાઉ ભરૂચના ડભાલી નજીક નર્મદા નહેરમાં ગાબડું પડતા ભરૂચ શહેરના માથે જ્યાં એક તરફ જળ સંકટના ભણકારા વાગ્યા હતા તો બીજી તરફ સેંકડો એકર ખેતીમાં નહેરના પાણી પ્રવેશી જતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ હતી.

તે બાબતની શાહી હજુ સુકાઈ નથી તેવામાં હવે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ નહેરમાં ગાબડું પડતા અંદાજીત ૨૦૦ એકર જેટલો ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવાની શક્યતાઓ સામે આવી છે. જંબુસર તાલુકાના દહરી ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં અચાનક ગાબડું પડતા કેનાલમાંથી પસાર થતું પાણી આસપાસના ખેતરોમાં પ્રવેશી ગયું હતું, જેને પગલે નજીકમાં રહેક તુવેર, કપાસ, મગ સહિતના ઉભા પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર સામે જાણે કે એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિનું સર્જન થયું છે, જ્યાં એક બાદ એક નહેર અને કેનાલ તૂટવાની ઘટનાઓ છેલ્લા એક સપ્તાહમાં સામે આવી છે,તો બીજી તરફ સતત બનતી ઘટનાઓથી ખેડૂત સમાજ લાલઘૂમ બન્યો છે, અને નુકશાની અંગે તંત્રમાં ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરી રહ્યા છે અને તાત્કાલીક વળતર નહિ મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર ઈનરવ્હીલ કલબ દ્વારા મામલતદાર કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વાંકલ : આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા રઘીપુરાના યુવાનો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!