Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભાલી પાસે નર્મદા નહેરમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વળતર ચૂકવવા માંગણી કરાઇ

Share

નર્મદા નહેરની ડભોઇ અમલેશ્વર શાખા પસાર થતી પસાર થતી નહેરમાં ભરૂચના ડભાલી ગામ પાસે મસ મોટું ગાબડું પડી જતા છેલ્લા કેટલાય દિવસોથી જ્યાં એક તરફ ભરૂચ શહેરના માથે જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ નહેરની આસપાસ આવેલા ત્રણ જેટલા ગામના ખેતરોમાં પાણી પ્રવેશતા સેંકડો એકરમાં પથરાયેલ ખેડૂતોના ઉભા પાકને નુકશાની થઇ છે, જે બાદ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળે તે અંગે રજુઆત કરાઈ છે.

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના ડભાલી ગામ પાસે નર્મદા નહેરમાં ગાબડું પડતા ખેડૂત સમાજના અગ્રણીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી જેમાં જાણવા મળ્યું છે કે નહેરમાં ગાબડું પડતા ડભાલી, બબુસર, કવિઠા અને સામલોદ ગામના ખેડૂતોના ખેતરમાં ખૂબ મોટા જથ્થામાં પાણી ભરાઇ ગયેલ છે, તેમજ સેંકડો એકરમાં પોતાનો મહામુલો પાક લણણી કરવાનો સમય હોય એવા સમયે તૈયાર ખેતી નષ્ટ અને નુકશાન પામેલ છે.

ડભાલી પાસે નર્મદા નહેરમાં ગાબડું પડવાથી દિવેલા, તુવર, વાલ, મગ, મઠ, કપાસ જેવા પાકો સંપૂર્ણ પણે નાશ પામેલ છે, જમીનમાં પણ ધોવાણ થયેલ છે, જે બાબતને લઇ સ્થાનિક ખેડૂતો લાલઘૂમ બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓએ સ્થળ મુલાકાત લઇ ખેડૂતોને ધીરજ રાખવા માટેના સૂચનો કર્યા છે, સાથે જ તંત્રના રજુઆત પણ કરી છે.

Advertisement

ખેડૂત સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નુકશાની પામેલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતરની ચૂકવણી કરવામાં આવે અને જો આમ નહિ કરવામાં આવે તો નાસીપાસ બનેલ ખેડૂતો આવરનારા દિવસોમાં કોઇ અજુગતું પગલું ભરે કે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરે તે પહેલાં તંત્ર દ્વારા વળતર ચૂકવણી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

તલાટીની પરીક્ષામાં 17 લાખમાંથી 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા

ProudOfGujarat

ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો એવો વિશાળ લોગરહેડ દરિયાઈ કાચબો એક વર્ષમાં બીજીવાર જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!