ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના માધ્યમથી ભરૂચના ધનલક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે બ્યુટી પાર્લરનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 30 બહેનોએ ભાગ લીધેલો છે. આ 30 બહેનોને ત્રણ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યારબાદ એમની પરીક્ષા લઈ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સમગ્ર પ્રોગ્રામ જનશિક્ષણ સંસ્થાના સહયોગથી કરવામાં આવશે. ત્યારબાદ તમામ બહેનો પોતે આત્મનિર્ભર બની શકે એ માટે બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોગ્રામ અંકલેશ્વરની ડેક્કન ફાઈન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં કંપનીના મેનેજર વિપુલભાઈ રાણા, આસિસ્ટન્ટ મેનેજર રાહુલભાઈ શાહ, નીશી મોદી, કવિતા શાહ, ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા તેમજ જન શિક્ષણ સંસ્થાના જૈનુલ સૈયદ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.
Advertisement