ભારત દેશમાં સોશિયલ મિડિયાનું ચલણ ખૂબ વધ્યું છે, સોશિયલ મિડિયાનો કેટલાય લોકો સદઉપયોગ કરી રહ્યા છે તો કેટલાય ભેજાબાજ તત્વો તેનો દૂર ઉપયોગ કરી ગેરલાભ ઉઠાવી ક્યાંક કોઈ સાથે ઠગાઇ તો ક્યાંક કોઈને બદનામ કરવાની નીતિ અપનાવી રહ્યા છે, તેવામાં વધુ એક કિસ્સો ભરૂચ સાયબર ક્રાઇમ કચેરીમાંથી સામે આવ્યો છે, જેમાં છેક ભુજથી એક ઇસમની પોલીસે ધરપકડ કરવી પડી છે.
ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે થોડા સમય પહેલા એક ફરિયાદી પોતાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ અને તેઓના પરીવારજનોને ધાક ધમકીઓ આપી એડિટ કરેલા બિભસ્ત ફોટો ફેસબુકના માધ્યમ થકી કોઇક ઈસમ ફેક આઈડીના ઉપયોગ થકી અપલોડ કરી રહ્યો છે, અને તેઓના પરિવારની બદનામી કરી રહ્યો છે, જે બાદ ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાંચે મામલે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.
સાયબર ક્રાઇમ બ્રાંચે મામલાની ગંભીરતાને સમજી તાત્કાલીક એક્શનમાં આવી ટેકનીકલ એનાલિસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીને આઇડેન્ટિફાઈ કરી મોટા રેહા ગામ ભુજ ખાતેથી સતુભા સોમૂભા જાડેજા નામના ઈસમને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ