ભરૂચમાં સ્કુલની વિધાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજા૨વાના કેસમાં ભરૂચના એડીશનલ એન્ડ ડી. સેન્નસ કોર્ટેના જજ એ. કે. રાવ દ્વારા આરોપીને ૧૦ વર્ષની સજા સાથે દંડનો હુકમ કરી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. ઘટના વર્ષ 2017 માં બની હતી જેની પોલીસ સૂત્રીય માહિતી અનુસાર તા.૨૨/૨/૨૦૧૭ ના રોજ નોંધાયેલી ફરીયાદ અનુસાર કિશોરી ભરૂચ જીલ્લા એક ગામની સ્કુલમાં અભ્યાસ ક૨તી વિધાર્થીની જેની ઉમર માત્ર ૧૭ વર્ષની હતી અને તેણી ધો૨ણ-૧૨ માં અભ્યાસ કરતી હતી. આરોપી સંજય ૫૨બતસિંહ ગોહિલ એકતરફી પ્રેમમાં પરેશાન કરતો હતો. આરોપી પીડિતાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા સતત દબાણ કરતો હતો.
ભોગબનનારને સતત બે વર્ષથી આરોપી સંજય પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા સતત કહેતો હતો. આટલેથી ન અટકતા જબરદસ્તી વાતચીત કરવા દબાણ કરતો હતો અને કિશોરી વાત ન માને તો પોતાના હાથમાં બ્લેડ મારી પોતે મરી જશે તેવું દબાણ લાવતો હતો. ભોગબનનાર આરોપીના આ પ્રકારના વર્તનથી ગભરાયેલી રહેતી હતી એટલું જ નહી ભોગબનનારના નાના ભાઈને ઉપાડી જવાની ધમકી આપતો હતો. કિશોરી ઉપર દબાણ લાવવા આરોપી ભોગબનનાર પ્રેમ સંબંધ નહી બાધે ત્યાં સુધી ચંપલ નહી પહેરે તેવી ધમકીઓ આપતો હતો. આ દરમ્યાન ભોગબનના૨ને સતત પીછો કરી પોતાની સાથે બોલવાનું જણાવી બાઈક ઉપર બેસાડીને જબ૨જસ્તીથી ફ૨વા લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી કિશોરીને અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ ભોગબના૨ની મરજી વિરૂધ્ધ તેની સાથે બદકામ ક૨તો હતો અને ત્યારબાદ ભોગ બનના૨ના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતે દવા પી જઈ ભોગ બનનારના માતા–પિતાનું નામ લખી ફસાવી દેવાની ધમકીઓ આપી વાત કોઈને ન કરવા દબાણ કરતો હતો. બળાત્કાર ગુજા૨વાના કેસમાં બનાવની ફરીયાદ ભોગ બનનારના પિતાએ કરેલી હતી. બનાવની ઈ.પી.કોની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમૅ સેકસ્યુલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ ની કલમ-૬ મુજબનો ગુનો ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો.
કેસ કોર્ટ સમક્ષ ચાલતા આરોપી વિરૂધ્ધનો બળાત્કાર, અપનયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ તરફે સ૨કા૨ી વકીલ પરેશ બી. પંડયાની દલીલો ધ્યાને લેવામાં આવી હતી.