ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલ મારફતે પીવાના પાણી દૈનિક ૪૫ MLD જથ્થો મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી પરથી શહેરીજનોને સવાર-સાંજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
તા. ૦૧/૦૧/૨૦૨૩ ના રોજ અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે મોટુ ભંગાણ પડેલ છે. કેનાલ રિપેરીંગની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. કેનાલ રિપેરીંગના કામે હજી અંદાજીત ૧૦ દિવસ જેટલો સમયગાળો લાગે તેમ છે. હાલમાં, નગરપાલિકા દ્વારા માતરિયા તળાવના રિઝર્વ પાણીના જથ્થામાંથી પાણી ઉપાડી તેમજ વિવિધ ટાંકી પરના ટયુબવેલમાંથી પાણી મેળવી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. તા. ૦૫/૦૧/૨૦૨૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી (અંદાજીત તા. ૧૫/૦૧/૨૦૨૩) ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપુર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા વિનંતી છે.
ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.
Advertisement