આગામી દિવસોમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવારને ઉજવવા પતંગ રસિકોમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વચ્ચે પણ એક ગ્રહણ પક્ષીઓથી લઈ માનવી સુધ્ધાના લોકો માટે મુસીબત લઇને આવતું અને તે ગ્રહણનું નામ છે. પતંગ ઉડાવવામાં વપરાતી ચાઈનીઝ દોરી, જે દર વર્ષની ઉજવણીમાં કેટલાય પરિવારોને તહેવારનો દિવસો માતમમાં ફેરવી નાંખતી હોય છે.
ચાલુ વર્ષે પણ વડોદરામાં ચાઈનીઝ દોરીથી થોડા દિવસ અગાઉ ગળા કપાઈ જવાના બે જેટલા બનાવો પ્રકાશમાં આવ્યા છે, તેવામાં હવે પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે, ભરૂચ પોલીસે પણ આજ પ્રકારે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમના રહેણાંક મકાનમાં દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો છે.
ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ ધ્રુમિલ કમલેશભાઈ ભાટિયા નામના ઈસમના મકાનમાં બાતમીના આધારે દરોડા પાડયા હતા જ્યાં દરોડા દરમિયાન પોલીસે ૫૨ નંગ જેટલી ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે કુલ ૧૩૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી શહેર એ ડિવિઝન પોલીસે મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ