ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ બાદથી વિકાસના કાર્યોની હરણફાર જોવા મળી રહી છે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈનોથી લઇ રોડ રસ્તા બનાવવાની કામગીરીઓને પુરજોશમાં કરવામાં આવી છે, તેવામાં ભરૂચ શહેરની ઉત્તર દિશામાં આજે સડક યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શ્રવણ ચોકડી, ગેઈલ કોલોનીથી ચાવજ ગામને જોડતો ૪.૦૦ કિ.મી અંદાજીત ₹.૧.૮૦ કરોડના ખર્ચે બનતા રોડનુ ખાતમુર્હૂત ભરુચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અને જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ તેમજ પ્રતિક્ષાબેન પરમાર, જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું,આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ : ભરુચ
Advertisement