ભરૂચમાં વધુ એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાડેલ દરોડામાં ૧,૫૭ કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા ભારે ખળભળાટ મચ્યો છે. લકઝરી બસમાં લઈ જવાતા આ નશીલા પદાર્થના જથ્થાને ઝડપવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સફળતા પ્રાપ્ત થઇ છે.
પીપરમીટ ગોળીના પેકીંગમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતા હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા લકઝરી બસમાંથી નશીલો પદાર્થ ઝડપાયો હતો, હાલ જાણકારી મુજબ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ છે, તેમજ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે આવતી કાલે ભરૂચ પોલીસ પત્રકાર પરિસદ યોજી મામલે વધુ ખુલાસા કરશે તેમ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨ માં ભરૂચ જીલ્લો ડ્રગ્સમાં ગુજરાત ભરમાં ગાજયો હતો, ડ્રગ્સ બનાવતી ફેકટરી સાથે એમ.ડી ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણનો ૩૫૦૦ કરોડથી વધુનો માતબર જથ્થો પકડાયો હતો. નશીલા પદાર્થના પડલરોએ અને કેરિયરો એ ભરૂચને જાણે ડ્રગ્સ ઉત્પાદન, વહન અને વેચાણનું કેન્દ્ર બનાવી દીધું હતું, તેવામાં વર્ષ ૨૦૨૩ માં પણ જે રીતે નશાના વેપલાના કાળા કારોબારના જથ્થાનો કરોડોનો મુદ્દામાલ ઝડપાતા નશાખોરોની વધુ એક કરતૂટનો પર્દાફાશ થયો છે.
-ઝડપાયેલ આરોપીઓના નામ
(૧) વિજયપાલ સિંહ બિરસિંહ તોમર રહે,મુરેના(મધ્યપ્રદેશ)
(૨) રવિન્દ્ર જગરામ વર્મા-રહે,મુરેના(મધ્યપ્રદેશ)
(૩) ચંદ્રકાંત રાજેન્દ્ર શર્મા-રહે,શિવપુરી(મધ્યપ્રદેશ)
(૪) અંબલાલ રહે,સુરત
(૫) ભરતભાઈ રહે,કાનપુર(યુ.પી)
-કબ્જે કરાયેલ મુદ્દામાલ
માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૩૩૪ કિલો ૧૧૫ ગ્રામ, કિંમત ૧,૩૩,૪૧,૫૦૦ તેમજ ખાનગી બસ અને મોબાઈલ અને રોકડ મળી કુલ ૧,૫૩,૭૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
હારુન પટેલ : ભરુચ