Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ SOG એ નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1. 57 કરોડનો ગાંજાનો જથ્થો લકઝરી બસમાં હેરફેર કરવાના કૌભાંડનો પર્દાફાશ

Share

ભરૂચમાં વધુ એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે,ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાડેલ દરોડામાં ૧,૫૭ કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા ભારે ખળભળાટ મચ્યો છે. લકઝરી બસમાં લઈ જવાતા આ નશીલા પદાર્થના જથ્થાને ઝડપવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સફળતા પ્રાપ્ત થઇ છે.

પીપરમીટ ગોળીના પેકીંગમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતા હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા લકઝરી બસમાંથી નશીલો પદાર્થ ઝડપાયો હતો.હાલ જાણકારી મુજબ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ છે, તેમજ તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે આવતી કાલે ભરૂચ પોલીસ પત્રકાર પરિસદ યોજી મામલે વધુ ખુલાસા કરશે તેમ જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ: ભરૂચ


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવાની વરણી.

ProudOfGujarat

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300 થી વધુ કેસો

ProudOfGujarat

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!