Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રાવણા માસના શનિવારે ભરૂચ જીલ્લાનાં ખ્યાતિપ્રાપ્ત હનુમાનજીના મંદિરો ખાતે ભક્તોની જામતી ભીડ…

Share

વિવિધ વિસ્તારોમાંથી પદ યાત્રી સંઘો મંદિરો ખાતે પોહચ્યા ..

શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન જ્યાં ભગવાન ભોલેની ભક્તીનો મહીમા છે ત્યાં શ્રાવણ માસના શનિવારના દિવસે હનુમાન મંદિર ખાતે ભક્તજનો મોટી સંખ્યા માં ઉમટી પડે છે શ્રાવણ માસના શનિવારે વહેલી સવારે ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી યુવાનો મહિલાઓના પદ યાત્રી સંઘો ભરૂચ જીલાનાં ખ્યાતિ નામ હનુમાનજી મંદિરો ખાતે પોહચી દર્શન કરે છે. ભરૂચ જીલામાં ગુમાનદેવ, નીહીયેર, તેમજ ભરૂચ નગરના કસક સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરો ખાતે ભક્તજનોની ભીડ જણાય હતી ભરૂચ નગરનાં તુલસીધામથી માડીને ઝગડીયા પાસે ના ગુમાનદેવ સ્થિત હનુમાનજીના મંદિરસુધીના વિસ્તારમાં ઠેર-ઠેર  પદ યાત્રીઓની સેવા કરવા ચા-નાસ્તા વગેરેના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં ભક્તોને વિનામુલ્યે ચા-નાસ્તાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : કોરોનાની સંભવિત લહેરને પહોચી વળવા હોસ્પિટલ સહિત સમગ્ર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

લીંબડીમાં પાર્ક કરેલ છકડો તળાવમાં ખાબકયો, સદનસીબે જાનહાનિ ટળી

ProudOfGujarat

આજ રોજ અંકલેશ્વરના સરફૂદિન ગામે ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!