Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા સતત લાલઆંખ કરવામાં આવી રહી છે, જિલ્લાના વિવિધ સ્થળે પોલીસ વિભાગ ત્રાટકી અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કર્યા છે તો લાખોનો શરાબનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, તેવામાં પાનોલી પોલીસે વધુ એક મોટો જથ્થો ઝડપી પાડયો છે.

અંકલેશ્વરના સંજાલી ગામ ખાતેના ચવારા ફળિયામાં આવેલ એક મકાનમાં પાનોલી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી મકાનના અંદરના ભાગે સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની-મોટી બોટલ નંગ ૪૫૬ કિંમત રૂપિયા ૭૨૩૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે સંજય બાલુભાઈ પટેલ રહે,સંજાલી નાઓને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ખળભળાટ મચ્યો છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચ જીલ્લામાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી…

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામના ૧૧ યુવાનો અમરનાથની યાત્રાએ જતા વિદાયમાન અપાયુ.

ProudOfGujarat

સુરતમાં ઉધના ફ્લાયઓવર બ્રિજની સામે છેડે યુવકની સરાજાહેર હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!