Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હાંસોટના સાહોલ ગામ નજીક કારને નડ્યો અકસ્માત,કારમાં સવાર 3 લોકોને ઇજા

Share

ભરૂચ જિલ્લાના હાંસોટથી સુરત ઓલપાડને જોડતા માર્ગ જાણે કે દિવસેને દિવસે અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, આ માર્ગ ઉપર ચાલુ વર્ષે જ અનેક માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં અનેક લોકો અત્યાર સુધી ઘાયલ થયા છે તો અનેકે જીવ ગુમાવ્યા હોવાની બાબતો પણ બની ચુકી છે, જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

ઓલપાડ માર્ગ પર પુર ઝડપે જઈ રહેલ કાર અચાનક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી, જે બાદ કાર રસ્તાની સાઇડ પર ઉતરી જતા કારમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, ત્યારે તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

મહત્વની બાબત છે કે હાંસોટ-ઓલપાડ માર્ગ ઉપર અનેક જગ્યાએ આ પ્રકારના અકસ્માતો સામે આવી રહ્યા છે તેવામાં તંત્રએ પણ અકસ્માતોની ઘટનાના નિવારણ માટે જે તે સ્થાનો ઉપર સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેની ટાતી જરૂર જણાઈ રહી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .

ProudOfGujarat

ભરૂચ : “મુન્શી ટ્રસ્ટ અને ઇલેકટોરલ લિટરસી ક્લબ”ના સયુંકત ઉપક્રમે “મતદાન જાગૃતિ રેલી ” યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ટેન્કર ઘુસી જતા એક ને ઇજા-થોડા સમય માટે ટેન્કર રોડ વચ્ચે રહેતા ટ્રાફિક જામ ના દ્રશ્યો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!