Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સામાજીક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

Share

સામાજીક વનીકરણ રેંજ વાલિયા વિભાગ ભરૂચ દ્વારા ભમાડીયા ગામની પ્રાથમિક શાળામાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનિકરણ રેંજ વાલિયાના આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાના અધ્યકક્ષસ્થાને મેડીકલ કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા વનીકરણ સાથે –સાથે સામાન્ય જનતાની તંદુરસ્તી સારી રહે એનો ખ્યાલ રાખી એક અનોખું પગલું ભરી સામાન્ય જનતા માટે મેડીકલ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું.

આ કેમ્પમાં સામાન્ય રોગો તેમજ આંખ, કાન તેમજ દાંતને લગતી સમસ્યાઓની ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી. આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે આરએફઓ એમ. એમ. ગોહીલ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા અને પ્રદીપસિંહ ભરથાનિયા વગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંધી જયંતિ નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

અમિતશાહે ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરી હાઇટેક ભોજનાલયનું લોકાર્પણ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!