Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપિકાને “કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ(AERA)”માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરાયો.

Share

કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ-૨૦૨૨ અંતર્ગત ૩૦ મું વાર્ષિક સંમેલનનું આયોજન એગ્રીકલ્ચર ઈકોનોમીક્સ અને એગ્રીબીઝનેશ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શેર-એ-કાશ્મિર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારતના કાશ્મિર રાજ્યના પાટનગર જમ્મુ ખાતે કરવામાં આવ્યુ હતું.

આ ૩૦ મા વાર્ષિક સંમેલનમાં પુરા ભારતમાંથી ૩૦૦ જેટલા વૈજ્ઞાનિકો અને સંશોધનકાર તેમજ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૮૭ વૈજ્ઞાનિકો “પોસ્ટર પ્રેઝન્ટેશન” સ્પર્ધામાં જોડાયા હતા. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ કેમ્પસના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક સુશ્રિ ડૉ. દિપા હિરામઠ પોસ્ટર પ્રેઝન્ટેશનની થીમ “એગ્રીકલ્ચર રીસોર્સ મેનેજમેન્ટ ”માં જોડાઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

“ઈકોનોમાઈઝીંગ રીસોસિસ ઈન બનાના કલ્ટીવેશન થ્રુ ડ્રીપ ઈરીગેશન ઈન સાઉથ ગુજરાત ” વિષય અન્વયે સુંદર પ્રસ્તુતિ અર્થે તેમને “ બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન ” તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્ર વિષયમાં તેમની આ સફળ સંશોધનની કારકીર્દી કૃષિક્ષેત્રે તથા વૈજ્ઞાનિક માટેના અભ્યાસ માટે ઉચ્ચ અને શ્રેષ્ઠ યોગદાન રહેશે. તદઉપરાંત કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ કેમ્પસના આચાર્ય ડૉ. આચાર્ય ડો. ડી. ડી. પટેલ તેમજ સહઅધ્યાપકોએ રાષ્ટ્રીય મહાસંમેલનમાં એવોર્ડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ડૉ. દિપા હીરામઠને અભિનંદન પાઠવ્યા હતા.


Share

Related posts

મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊથલપાથલ: પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS: અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

નેત્રંગમાં B.T.S. દ્વારા આદિવાસી નેતા સ્વ.ટંટીયા મામાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણીની સાથે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!