ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે ભરાતા મેઘરાજાના મેળાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. દેશના વિવિધ રાજયોમાંથી આવેલા વેપારીઓએ સ્ટોલ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દર વર્ષે મેળામાં હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. આ વર્ષે ચોમાસામાં સોનેરી મહેલ નજીક રસ્તો ધોવાઇ જતાં નગરપાલિકાએ રોડને અડીને પતરા મારી દેતા ફૂટપાથ પર બેસતા વેપારીઓ માટેની જગ્યા રહી નથી. રસ્તો સાંકડો થઇ જતાં મેળામાં આવતા શ્રધ્ધાળુઓને પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Advertisement