Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના કંબોડીયા-ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત.

Share

પ્રાપ્ત માહિત મુજબ નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતો મહિન્દ્રા કંપનીની જીનીયા ગાડી નંબર જીજે-૧૨-બીએફ-૩૧૦૭ લઇને રાજપીપળાથી નવસારી પરફ પસાર થઇ રહ્યા હતા ત્યારે નેત્રંગ-વાડી રોડ ઉપર આવેલ કંબોડીયા-ચાસવડ ગામની વચ્ચે સામેથી આવી રહેલ ટેમ્પાને બચાવવા ડાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડને સમાંતર આવેલ ઝાડ સાથ અથડાઇ હતી. જેમાં ગાડી હંકારનાર રાકેશકુમાર હરીપ્રસાદ સોનકરને (ઉ.૪૧.રહે યુપી) શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોઁચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.

વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર અન્ય ૧૨ સાધુ-સંતોને શરીરના ભાગે ઇજાઓ થતા નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ થકી રાજપીપલા ખાતે આવેલ સીવીલ હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતની બનાવની જાણ થતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.

Advertisement

જ્યારે નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે સાધુ સંતોને નડેલા અકસ્માતના બનાવને લઇને નેત્રંગ તાલુકા ભાજપ સંગઠનના કાર્યકરો ઉમટી પડ્યા હતા. સાધુ સંતોના અકસ્માત મોત થતા સમગ્ર વિસ્તારની પ્રજામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું. નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા તેમજ સ્ટાફ ધટના સ્થળે દોડી ગયા હતા, બનાવને લઇ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.


Share

Related posts

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામેથી પાંચ ફૂટનો મગર ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!