Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ એમ.એમ ભકતા હાઈસ્કૂલ પાસે આંકડાનો જુગાર રમતા બે ઇસમોની હજારોના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ.

Share

ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવા માટે પોલીસ વિભાગ સતત સક્રિયતા દર્શાવી રહ્યું છે, જિલ્લામાં રોજ બ રોજ અલગ-અલગ સ્થળેથી હજારો અને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂ-જુગારની પ્રવૃત્તિ કરનારા ઈસમો ઝડપાઇ રહ્યા છે, તેવામાં વધુ એક આંકડાના જુગાર ઉપર પોલીસે દરોડા પાડી બે ઇસમોને જેલના સળિયા ગણતા કર્યા છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ એમ.એમ ભકતા હાઈસ્કૂલ પાસેથી મુકેશ ભાઈ છનાભાઈ વસાવા તેમજ ચિંતનભાઈ રતિલાલ વસાવા બંને રહે.નેત્રંગ નાઓને વોટ્સએપ મારફતે આંકડાનો જુગાર રમતા ઝડપી પાડી અન્ય એક ઈસમ પ્રવીણભાઈ દોશીને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો પાસેથી રોકડ રકમ સહિત મોપેડ ગાડી મળી કુલ ૪૫,૮૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

મહત્વની બાબત છે કે જિલ્લાના કેટલાય સ્થળે હજુ પણ વરલી મટકાના આંક ફરકના જુગારીઓ સતત સક્રિય રહ્યા છે, સોશિયલ મિડિયા થકી આ પ્રવૃતિ ખૂબ જામી હોવાની બાબત લોકોમાં ચર્ચાઈ રહી છે, તેવામાં પોલીસે પણ હવે આ પ્રવૃત્તિને ડામવા માટે સક્રિયતા બતાડી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

નર્મદાડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકાના વિપક્ષી સભ્યોની જીલ્લા કલેકટર સામે રજૂઆત

ProudOfGujarat

ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વેકલ્પિક રોજગારી માટે અલિયાબેટ ની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!