પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બુરહાનપુર-અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. નમૅદા અને સુરત જીલ્લા માટે ૧૫ કિમી સહિત મહારાષ્ટ્ર રાજ્યની સરહદી વિસ્તારની શરૂઆત માત્ર ૫૫ કિમી થઇ જાય છે. તેવા સંજોગોમાં ભરૂચ-નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં મોટાપાયે દારૂની ઘુસણખોરી સહિત કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓની આસાનીથી અંજામ આપવા માટે નેત્રંગ ચારરસ્તાને એપી સેન્ટર ગણવામાં આવે છે.
નેત્રંગ પો.સ્ટેશનના ચારથી વધુ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતો બુટલેગર મહેશ વાગોડીયા વસાવા રહે.નેત્રંગની પીએસઆઇ એસ.વી ચુડાસમાએ પાસા હેઠળ ધરપકડ કરીને પોલીસ જાપ્તા સાથે પાલનપુર સબજેલ રવાના કરાતાં ખરભળાટ મચી જવા પામ્યો હતો.
Advertisement