ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ લોક સુનાવણીમાં અનેક ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલિયા નજીકના સિલુડી ખાતે આ લોક સુનાવણી યોજાઇ હતી, જેમાં કાળા વાવટા લઇ સ્થાનિક ગામના લોકોએ સુનાવણી સભા સ્થળે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર, બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
વાલીયાના સિલુંડી ગામ પાસે મેમર્સ મેટાબોલ્ટ કંપની TSDF સાઇટ આવવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ ઉપર અસર પહોંચશે તેવા આક્ષેપ સ્થાનિક ગામના લોકોએ કર્યા હતા, સાથે જ આજે યોજાયેલી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લોકસુનાવણી દરમિયાન કંપનીની કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે પણ દરમિયાનગિરી કરવાની ફરજ પડી હતી.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લોક સુનાવણી દરમિયાન હોબાળો થતા જ એક સમયે લોક સુનાવણી બંધ કરવાની નોબત આવી હતી જે બાદ ઉપસ્થિત અધિકારરિઓ અને પોલીસ વિભાગે દરમિયાનગિરી કરી મામલે સમજાવટની તજવીજ હાથધરી હોવાનું માલુમ પડ્યું છે.
હારુન પટેલ : ભરુચ