ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળ કાર્યરત ડાયરેકટોરેટ ઓફ વીડ રિસર્ચ દ્વારા ત્રિદિવસિય કોંફરન્સનું આયોજન ડિસેમ્બર દરમ્યાન આયોજન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આચાર્ય, ડો. ડી.ડી. પટેલનાં નેજા હેઠળ મહાવિદ્યાલયના અન્ય પ્રાધ્યાપકોએ પણ નવસારી કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વકર્યું હતું.
આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ૪૫૦ વૈજ્ઞાનિકોએ નિંદામણ વ્યવસ્થાપન વિશેની ગોષ્ઠી કરી અને સંશોધન પત્રો રજુ કર્યા. જેમાં કૃષિ મહાવિદ્યાલય, ભરુચના આચાર્ય, ડો. ડી.ડી. પટેલનાં નેજા હેઠળ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકોએ પણ નવસારી કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આચાર્ય, ડો. ડી.ડી. પટેલ દ્વારા નિંદામણ વ્યવસ્થાપનનાં સંકલિત નિયંત્રણનાં વિષય પર મુખ્ય વ્યાખ્યાન રજુ કર્યું હતું જે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગુજરાતમાંથી એકમાત્ર હતું.
આચાર્યએ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડો.ટી.યુ. પટેલ દ્વારા થયેલ નીંદામણના સંશોધનોનું પણ ઓરલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. કોલેજનાં અન્ય વૈજ્ઞાનિકો ડો. એ.ડી. રાજ, ડો. એચ એચ. પટેલ અને ડૉ. વૈશાલી સર્વે દ્વારા પણ સંશોધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવતાં નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.